શ્રી લૂઈ બ્રેઇલ નો જન્મ ફ્રાંસમાં એક સાધારણ ફ્રાન્સીસી પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી સિમોન બ્રેઇલ પેરીસ થી લગભગ ૨૫ માઈલ દૂર કૂર્પે નામના નાના ગામડામાં રહેતા હતા અને ઘોડાઓ માટેની લગામ તથા જીન બનાવવાનું કામ કરતા હતા, જયારે શ્રી સિમોન બ્રેઇલપોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે બાળક લૂઈ બ્રેઇલ જીન બનાવાની કાર્યશાળામાં પિતા નું અનુકરણ કરતા હતા અને છરીથી ચામડું કાપવાનો ખેલ ખેલતા હતા. ખેલ ખેલમાં તે અણીયાળુ ઓજાર તેમની ડાબી આખમાં વાગી ગયું.જેના પરિણામે લોહીની ધારા વહી અને આખમાં ઘણો મોટો ઘા થઇ ગયો તે વખતે તેઓ ત્રણ વર્ષના હતા.ડાબી આંખમાં જે ઘણો ઘેરો ઘા હતો એનો પ્રભાવ જમણી આંખ પર પણ પડી ચુક્યો હતો. એથીય વધારે તો પીડાથી બચવા માટે નાનકડો લૂઈ વારંવાર બંને આખો મસળતો રહ્યો હતો. જેના ફળ સ્વરૂપે ડાબી આંખની સાથે જમણી આખે પણ સદાને માટે રોશની ગુમાવી દીધી હતી.ત્યારબાદ તેઓ ભાઈ-બહેન સાથે ગામડાની પાઠશાળામાં જવા લાગ્યા,દશ વર્ષની ઉમરે તેમને પેરીસની અંધ પાઠશાળામાં ભણવા મોકલ્યા, જે સંસારની સૌપ્રથમ "અંધ પાઠશાળામાં " હતી. થોડા વર્ષો પછી તેમની કાર્ય કુશળતા,યોગ્યતા,પ્રતિભા જોઈ તેમને તે જ પાઠયશાળામાં શિક્ષક તરીકે નીમવામાં આવ્યા.આ જ પાઠયશાળામાં પોતાના વિદ્યાર્થી જીવનકાળમાં લૂઈ બ્રેઈલે છ ટપકાની ઉપસતી બિંદીઓ પર આધારિત સ્પર્શ લિપીનો વિકાસ કર્યો,જે બ્રેઇલ લીપીના નામે ઓળખાય છે. લૂઈ બ્રેઇલ તા.૪ જાન્યુઆરી,૧૮૦૯માં જન્મ્યા હતા અને સને ૧૮૫૨માં ૪૩ વર્ષની ઉમરે તેઓનું અવસાન થયું હતું. તેઓ બ્રેઇલ લિપિના શોધક અને નેત્રહીનોના જ્યોતિધર હોઈ લૂઈ બ્રેઇલની સ્મૃતિમાં તેમનો જન્મદિવસ ૪થી જાન્યુઆરી "બ્રેઇલ ડે" તરીકે ઉજવાય છે. નેત્રહીનતાનો સામનો કરવા આ બ્રેઇલ લીપીની શોધે લાખો નેત્રહીનોની આંખમાં ઉષાના કિરણ પ્રગટાવ્યા છે.
DUNIYA HAMARI
રવિવાર, 8 જાન્યુઆરી, 2012
લૂઈ બ્રેઇલ-

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)